મોરબીના સાવસર પ્લોટમાં કારનો કાચ તોડી રૂપિયા એક લાખની ચોરી
મોરબી: મોરબી શહેરમાં ગુનેગારો બેખૌફ બન્યા હોય, તેમ ચોરી, લૂંટ અને મારામારી જેવી ઘટનાઓને ધોળે દિવસે અંજામ આપીને પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. એવામાં વધુ એક ચોરીની ઘટના મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. જેમાં મોરબીના સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પિટલ સામે રોડ ઉપર બલેનો કારનો કાચ તોડી કારમાં રહેલ થેલો જેમાં રોકડ રૂપિયા એક લાખ અજાણ્યો ચોરી ઈસમ ચોરી કરી લઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના અવની રોડ અવની ચોકડી પાસે શોભા કુંજમાં રહેતા શૈલેષભાઈ બચુભાઈ સાણજા (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પિટલ સામે રોડ ઉપર અજાણ્યા આરોપીએ ફરીયાદીની બલેનો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફ-૨૯૫૪ વાળી કારમાં ખાલી સાઈડનો દરવાજાનો કાચ તોડી કારમાં રહેલ થેલો જેમાં રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦ એક લાખ હોય જે ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.