મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રહેતા અમીનભાઈ હારૂનભાઈ બેલીમ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બજાજ કંપનીની સી.એન.જી. – ઓટોરીક્ષા જેના રજીસ્ટર નં. GJ-02-YY-5702 જેની હાલે કિ.રૂ. ૩,૫૦,૦૦૦/ – વાળી સી.એન.જી. રીક્ષા અજાણ્યો ચોર ઈસમ પરવાનગી વગર પાર્ક કરેલી જગ્યાએથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.