Thursday, April 3, 2025

મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી થી સરતાનપર ચોકડી વચ્ચે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરની સેન્સો ચોકડી શીવાભાઈ ના રૂમમાં ભાડેથી રહેતા રાજેશભાઈ કમલસીંગ જાટવ (ઉ.વ.૪૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- આર.જે-૦૭-જીઈ-૨૮૨૭ વાળા ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દીકરો જીતુ (ઉવ-૧૯) ફરીયાદીના કબ્જા વાળૂ મોટરસાઈકલ રજી. નં-GJ-36-Q-9863 વાળુ ચલાવીને જતો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી. નંબર-RJ-07-GE-2827 વાળૂ ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી તે રીતે ચલાવી મોટરસાઈકલને સામેથી ઠોકર મારી ફરીયાદીના દીકરાને અકસ્માતમા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર