મોરબીના સાપર ગામે કારખાનામાં માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં કોઈ કારણોસર માટીના ઢગલામાં ફસાઈ જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દુર્ગાપ્રસાદ નાથુરામ માલવીયા ઉ.વ ૨૬ રહે- પાવડિયારી કેનાલ પાસે રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં તા.જી મોરબી વાળાનુ પાવડિયારી કેનાલ પાસે રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં કોઈપણ કારણોસર માટીના ઢગલામાં ફસાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.