Sunday, December 22, 2024

મોરબીના સાપર ગામ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામ તથા ગાળા ગામ વચ્ચે આવેલ નાળા પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકનાં મિત્રે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા કાળુભાઇ સગ્રામભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૦) એ આરોપી કંન્ટેનર(ટ્રક) રજીસ્ટર નંબર – GJ-12-BV-6717 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૨૩ ના બપોરના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળુ કંન્ટેનર (ટ્રક) રજીસ્ટર નંબર- GJ-12-BV- 6717 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના મિત્ર સાહીલભાઇ સોંડાભાઇ સિહોરા વાળાની સી.એન.જી રીક્ષા નંબર GJ-36-U-5627 વાળીને સામેથી આવી હડફેટ લઇ અકસ્માત કરી રીક્ષાને પ્લટી ખવડાવી સાહીલભાઇના પગમા ફેકચર જેવી ઇજા કરી તથા માથાના ભાગે છાતની ભાગે તથા આંખના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી પોતાનો કંન્ટેનર (ટ્રક) રજી નંબર GJ-12-BV- 6717 વાળો ત્યા મુકી ત્યાથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મિત્ર કાળુભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમવી એક્ટ કલમ -૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર