મોરબીના સાપર ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા કારમાં નુકસાન; ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબીના સાપર ગામની સીમમાં નાયરા પેટ્રોલપંપ સામે રોડ ઉપર ટ્રકે કારને ઠોકર મારી એક્સીડન્ટ કરી કારમાં નુકસાન કર્યું હોવાની ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ૨૮/૨૯ વૈભવપાર્ક સોસાયટી કેડીલા બ્રીજ પાસે ઘોડસર રહેતા ચીંતનભાઈ જયેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) એ આરોપી ટ્રક કંટેનર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી.ડબ્લ્યુ-૮૩૩૦ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટ્રક કંટેનર રજીસ્ટર નં- GJ-12- BW-8330 ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક કંટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડ ઉપર ઉભેલ ફરીયાદીની મહિન્દ્રા કંપનીની XUV-700 કાર રજીસ્ટર નં-GJ-27-EC-5592 ના પાછળના ભાગે ઠોકર મારી એક્સીડન્ટ કરી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આગાળની તપાસ હાથ ધરી છે.