મોરબીના સાપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સ્કાયટચ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની સામે બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રામદયાલભાઇ ભીકમસિંહ આહિરવાર ઉ.વ-૩૨ રહે. હાલ મોરબી તાલુકાના સ્કાયટચ સિરામીકના લેબર ક્વાટરમાં તા.જી. મોરબી મુળ રહે. કરણપુરા તા.બેરસીયા જી. ભોપાલ રાજ્ય-મધ્યપ્રદેશવાળો પંદર દિવસ પહેલા પોતાના વતનમાં ગયેલ હોય અને ત્યા રામદયાલભાઇના ભાઇએ તેને રૂપીયા પાંચ હજાર કાઢી લીધા હોય તેવુ કહેતા બન્ને ભાઇઓને આ વાત બાબતે ઝગડો થયેલ હોય અને આવી સામાન્ય વાતમાં તેના ભાઇએ તેના સાથે ઝગડો કરતા રામદયાલભાઇને મનોમન લાગી આવતા કારખાને પરત આવી લેબર ક્વાટરની સામે બાવળની ઝાડીમાં બાવળ સાથે પેલેટ પેકીંગની પટ્ટી વડે પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતાં રામદયાલભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.