મોરબીના સાપર ગામ નજીક કારખાનામાં પાણીની કુંડીમા પડી જતા બાળકીનું મોત
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી પાસે સ્ટ્રોજન સીરામીક અંદર પાણીની કુંડીમાં પડી જતા માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પરી અનિલ ભીલાલા ઉ.વ.૫ રહે. હાલ ગુડીખેડા તા. સીંગોટ , જી. ખંડવા રાજ્ય એમ.પી. વાળી પાવડીયારી પાસે આવેલ સ્ટ્રોજન સીરામીકમા રમતા-રમતા પાણીની કુંડીમા પડી જતા મોત નીપજતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.