મોરબીના સામાકાંઠાના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: તારીખ ૦૭-૦૬-૨૦૨૪નાં શુક્રવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે ત્રાજપર ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨: ૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોની જાણ કરવામાં આવી છે અને કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
ભડિયાદ ફિડર:- સો ઓરડી, માળિયા વનાલિયા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, ગાંધી સોસા, સાયન્સ કોલેજ, તથા આસપાસના વિસ્તારો.