Friday, September 20, 2024

મોરબીના રોહીદાસપરામા યુવકને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રોહીદાસપરામા હનુમાનજીની દેરી પાસે એક શખ્સ યુવક સાથે મસ્તી કરતો હોય ત્યારે મસ્તી કરવાની ના પાડતા શખ્સે યુવકને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરામા દશામાના પાછળ રહેતા પરસોત્તમભાઈ હિરાભાઇ ચાવડા (ઉ.વ.૪૦) એ આરોપી કિશોરભાઈ મુળુભાઇ સારેસા રહે. રોહીદાસપરા ચોકમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે આરોપીએ ફરીયાદી સાથી મજાક મસ્તી કરતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ગાળો બોલી લાકડી વડે ફરીયાદીને ડાબા હાથે પોંચા પર માર મારી ડાબા હાથની ટચલી આંગળીના પોંચાના હાડકામા ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પરસોત્તમભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર