મોરબીના રોહિદાસપરામા સોના – ચાંદીના દાગીના સહિત રૂ.1.64 લાખની ચોરી
મોરબી: મોરબીના વિશીપરા રોહિદાસપરા મેઇન રોડ વિજયનગર નાકા પાસે રહેણાંક મકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઈસમ રૂમમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૧,૬૪,૫૦૦ ના મતાની ચોરી કરી જતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ચોરીની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે ત્યારે બે દિવસ પહેલા લાયન્સનગરમા રહેણાંક મકાનમાં ચોરી થઇ હતી જેનો ભેદ હજુ પોલીસે ઉકેલ્યો ત્યાં બીજી ચોરીની ઘટના સામે આવી છે. જે મોરબીના વિશીપરા રોહિદાસપરા મેઈન રોડ વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકી (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૨-૦૬- ૨૦૨૪ ના ફરીયાદી પોતાના રહેણાંક મકાનમા પરિવાર સાથે નિચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિના મકાનના મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ-રૂ- ૧,૬૪,૫૦૦/-ની મતાની ચોરી કરી લઇ જતા ભોગ બનનારે જયંતીલાલે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.