મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચિફ ઓફિસરને રજુઆત
મોરબી: મોરબીના વોર્ડ નં -૦૨ વિસ્તારમાં આવેતા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી બનાવવા જાગૃત નાગરિક દ્વારા મોરબી પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી.
સામાજિક કાર્યકર જયેશભાઇ કે. સારેસાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે વોર્ડ નં- ર વિસ્તાર, સમશાનરોડ, ડૉ. આંબેડકર કોલોની, તેમજ રોહીદાસપરા મેઈન રોડ વગેરે જગ્યાએ નગરપાલિકા દ્વારા મંજુર થયેલ આર.સી.સી રોડનું કામ ચાલુ છે. જેમાં મેઈન આર.સી.સી રોડ જે હાલ પરિસ્થિતિ રોહીદાસપરા, ડો. આંબેડકર કોલોની તેમજ સમશાન રોડનું કામ ચાલુ થવાનું હોય ત્યારે સમશાન રોડ પર પહેલા તો ભૂગર્ભ ગટરની સમસ્યા મોટા પાઇપ નાખી હલ કરવામાં આવે ત્યાર બાદ રોડનું કાર્ય શરૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે જેથી હાલ પરિસ્થિતિ મુજબ શેરીઓમાં ખુલ્લી ગટરનું ગંદુ પાણી ઊભરાતા ઢીંચણ સુધીનાં પાણી ભરાયેલ છે, જેનાથી અકસ્માત થવાની તેમજ રોગચાળો ફેલવાની શક્યતાઓ વધુ છે. તાજેતરમાં એક ૧૮ વર્ષનો યુવાન રોહીદાસપરા વિસ્તારમાં શેરીઓમાં પાણી ભરાયેલ હોવાથી ઘરમાં પણ પાણી આવેલ જે ઉલ્લેછવા જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી યુવાનનું મૃત્યુ પામેલ છે. ભવિષ્યમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે સૌપ્રથમ ભૂગર્ભ ગટરની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવામા આવે. તેમજ જે રોડનું કામ શરૂ થવાનું હોય તે કામ પૂરી ચોક્કસાઇથી તેમજ નવેસર જુના રોડ ખોદીને તેનું લેવલ કરી જે પાણી ભરાવાની સમસ્યા છે તે દુર કરવા પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.