મોરબીના રવાપર ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર ગામે શિવશક્તિ સોસાયટીના ખુણા પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર ગામે શિવશક્તિ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ઉર્ફે વિપલો નરસંગભાઈ બાલાસરા (ઉ.વ.૩૨)એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૨ કિં રૂ.૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.