Sunday, September 22, 2024

મોરબીના રવાપર ગામે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર ગામની સીમમાં યુવકની વડીલો પાર્જીત જમીનમાં ત્રણ શખ્સોએ ટ્રેક્ટરથી ખેડવાણ કરી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરી લીધો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ વેલકમ પ્રાઇડ બેંગ્લોઝ વીગ-સી ફ્લેટ નંબર -૬૦૩ માં રહેતા મયુરભાઈ લખમણભાઇ અઘારાએ આરોપી ધરમશીભાઈ જીવાભાઈ અઘારા, સંજયભાઈ ધરમશીભાઈ અઘારા તથા મનિષભાઇ ધરમશીભાઈ અઘારા રહે. ત્રણે મોરબી રવાપર ગામ બોનીપાર્ક તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સંયુકત માલીકીની વડીલોપર્જીત રવાપરા ગામના સર્વે નંબર ૧૮/૧૩ પૈકી ૩ ની જમીન કુલ ક્ષેત્રફળ ૧-૪૩-૬૬ હે.આર.ચો.મી. વાળીમાં આરોપીઓએ ડીસેમ્બર-૨૦૨૨ થી ટ્રેકટરથી શેઢામાં ખેડવાણ કરી ગેરકાયદેસર કબ્જો કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો સાથે ઝઘડો કરી તમારૂ કામ તમામ કરી નાખવુ પડશે તેવી ગર્ભીત ધમકી આપી ફરીયાદીને તેમની માલીકીની જમીનમાં પ્રવેશવા નહી દેતા ફરીયાદીએ જમીન માપણી કરાવતા માપણી સીટ મુજબ ૦-૯૨-૦૬ હે.આર.ચોમી. જમીન ઉપર આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી શેઢા તોડી ખેડવાણ કરી કબ્જો કરી લીધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૩,૪,(૧)(૩),૫(ગ) ઇ.પી.કો કલમ, ૧૧૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર