Wednesday, October 23, 2024

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટના ગુનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ પર ગૌતમ સોસાયટીમાં વીન્ટેઝવીલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નિલકંઠ સ્કુલની બાજુમાં ગૌતમ સોસાયટી વીન્ટેઝવીલા એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૧મા રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઇ રાજપરા (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૫-૨૦૨૪ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હોન્ડા કંપનીનું એકટીવા 4G મોટર સાઈકલ રજીસ્ટર નંબર GJ.36.H.6777 વાળુ સને ૨૦૧૭ ના મોડલનું કિ.રૂ.૨૫,૦૦૦/- વાળુ કાળા કલરનું એકટીવા મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હરીલાલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર