Friday, October 25, 2024

ચક્રવાત ન્યૂઝની સફળતા:- મોરબીના રવાપર રોડના ઘરમાંથી રંબેરંગી ‘ક્યારા’ પોપટ ગુમ થતા ચક્રવાત ન્યૂઝમાં આવતા મૂળ માલિકને પક્ષી પરત મળ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના અશોકભાઈ વાંસદડીયા અને ભરતભાઈ રાણસરિયાના ઘરે પક્ષી પહોંચતા મૂળ માલિકને જાણ કરી પક્ષી પરત સોંપ્યું

પક્ષીને પોતાનો પરિવાર પરત પ્રાપ્ત થતા ખુશીથી નાચી ઉઠ્યું, જુમી ઉઠ્યું અને પ્રેમથી વળગી પડ્યું

મોરબી, ઘણા લોકો પશુ,પંખી પાળતા હોય છે અને પશુ પંખી પણ પરિવાર સાથે હળભળી જતા હોય છે,કુટુંબના દરેક સભ્ય આ પાલતુ પ્રાણી સાથે પરિવારના સભ્યની જેમ વર્તન કરતા હોય છે ખાવા પીવાનું ધ્યાન રાખતા હોય છે. ત્યારે રવાપર રોડના લીલા લહેરની સામે રહેતા ડેનિશભાઈ પટેલને ત્યાં *ક્યારા* નામનું રંગબેરંગી પક્ષી પોપટ છેલ્લા ત્રણ વર્ષથી ઘરના સભ્યની જેમ હળીભળી ગયું હતું.ઘરના દરેક સભ્યને ક્યારા નામથી બોલાવતી હતી પણ ગત રાત્રે 9.00 વાગ્યાના સુમારે ઘરમાં માત્ર દાદી એકલા ઘરે હતા અને કંઈક અવાજ થતા ક્યારા ડરી ગઈ અને એક નાની બારી ખુલ્લી હોય એમાંથી ઉડી ગઈ જે કોઈને પણ આ ક્યારા પક્ષી મળ્યું હોય અથવા કોઈના ઘરે આવ્યું હોય તો ડેનિશ પટેલના ફોન નંબર 9870086967 પર સંપર્ક કરવા ચક્રવાત ન્યૂઝમાં સમાચાર આવતા અશ્વિનભાઈ વાંસદડીયા અને ભરતભાઈ રાણસરિયાએ ડેનિશ પટેલનો સંપર્ક કરી કયારા પોપટને પરત કરતા કયારા પક્ષી પણ પોતાના સ્વજન મળી જતા નાચી ઉઠ્યું,જુમી ઉઠ્યું અને જતીન પટેલ અને ડેનિશ પટેલને વળગી પડ્યું.પક્ષીઓને પણ કેવી માયા હોય છે?કેવો પ્રેમ હોય છે? કેવી લાગણી હોય છે? એવા ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા જતીન અને ડેનિશ બંને ભાઈઓએ અશ્વિનભાઈ તેમજ ભરતભાઈનો આભાર પ્રકટ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર