મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર અવાવરૂ જગ્યા પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પ્લેટીનયમ પાર્ટી પ્લોટ વાળા રસ્તેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ મૃતદેહ ભિક્ષુકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ ઘટના અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.