મોરબીના રવાપર રોડ પર રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા 70 હજારની ચોરી
મોરબી: મોરબીના રવાપર રોડ માણેક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ રોકડ રૂપિયા 70 હજારની ચોરી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબી રવાપર રોડ માણેક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ અરવિંદભાઈ પલાણ (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી રોકડ રૂ. ૭૦,૦૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૩૦૫(એ), ૩૩૧(૪),૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.