Thursday, December 26, 2024

મોરબીનાં રવાપર રોડ પર વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર રોડ પર વિજયનગરમા વૃદ્ધ પોતાની ઘરની ગેલેરીમા સામેવાળાના ઘરની દિવાલમા આવેલ બારીમાંથી કઈ આવી જઈ શકે તેમ હોય તેથી દિવાલમાં ઈન્ગલ લગાવી છાપરૂં કરતા હોય જેથી આ બાબતે આરોપીએ બોલાચાલી કરી વૃદ્ધને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર વિજયનગર -૧મા ગાયત્રી ચોક પાછળ રહેતા રણછોડભાઈ વનજીભાઇ કાચરોલા (ઉ.વ‌.૬૪) એ આરોપી હંશરાજભાઈ કાવર તથા જીગ્નેશભાઈ હંશરાજભાઈ કાવર રહે. બંને સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ૪૦૧, સતાધાર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરની ગેલેરીમા સામાવાળાના ઘરની દીવાલમા આવેલ બારી (હોલ) માથી કોઇ પણ આવી જઈ શકે તેમ હોય તે બંધ કરવા માટે ફરીયાદી પોતાની દીવાલમા ઇન્ગલ લગાવીને છાપરૂ કરતા હોય જેથી સામાવાળા આરોપીઓએ આવીને ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપેલ અને ઢીકા પાટુનો માર મારી શરીરે મૂઢ ઇજા કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર