Monday, September 23, 2024

મોરબીનાં રંગપર ગામ નજીકથી પકડાયેલા સીરપ મામલે ફરીયાદ નોંધાઈ: ત્રણ આરોપીની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આરોપી મનીષભાઈ હરીભાઇ ઝાલાવાડીયાના કબ્જા ભોગવટાવાળા R tile નામના ગોડાઉનમાં ચોખાની બોરીઓમા છુપાવેલ કફ સિરપની બોટલ નંગ -૯૦ ,૦૦૦ કિં રૂ. ૧,૮૪,૯૩,૨૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૪,૫૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આરોપી મનીષભાઈ હરીભાઇ ઝાલાવાડીયાના કબ્જા ભોગવટાવાળા R tile નામના ગોડાઉનમાં ચોખાની બોરીઓમા છુપાવેલ કફ સિરપની બોટલ નંગ -૯૦ ,૦૦૦ કિં રૂ. ૧,૮૪,૯૩,૨૦૦ તથા ચોખાની બોરીઓ નંગ-૬૩૦ વજન કીલો ૧૫૭૫૦ કીલો જેની કી.રૂ.૪,૪૧,૦૦૦/- તથા ટ્રક નંબર-TS-06-UB-7789 કી.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ. ૧૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૭,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨,૦૪,૫૬,૨૦૦/- નો મુદામાલ વેચાણ અર્થે રાખી/હેરફેર કરતા આરોપી ગોડાઉન સંચાલક- મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા ઉ.વ. ૨૯ રહે. રવાપર રોડ, રામકો બંગ્લો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ તા.જી.મોરબી મુળ રહે. મોટી મોણપરી તા.વીસાવદર જી.જુનાગઢ, ટ્રક નંબર-TS-06-UB-7789 નો ચાલક- સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ ઉ.વ. ૩૭ રહે. સારોલા તા.જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર) તથા ટ્રક નંબર-TS-06-UB-7789 નો કલીનર- મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન ઉ.વ. ૩૫ રહે. બોરાભંડ્ડા સાઇડ-૩ તા.ખેરતાબાદ જી.હૈદરાબાદ તેલંગણાવાળાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે તથા આરોપી ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર- રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) તા.જી.મોરબી,માલ મોકલનાર- સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા તથા માલ મોકલનાર ત્રણ ઈસમો હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮(સી),૨૧(સી),૨૯મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર