મોરબીના રંગપર ગામે કારખાનામાં માટીના કુવામાં પડી જતા માસુમ બાળકીનુ મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાનામાં માટીના કુવામાં પડી જતા ચાર વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમ નોટો સિરામિક લેબર ક્વાટરમા રહેતી મિનાક્ષીબેન કાળુભાઇ બામનીયા ઉ.વ.૦૪ વાળી કોઈ પણ સમયે રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિક કારખાનામાં માટી વિભાગમાં રમતા રમતા માટીના કુવામાં પડી જતા મિનાક્ષીબેન નામની બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.