મોરબીના રંગપર ગામે વીજળી પડતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કરાર નામ તરીકે ઓળખાતી હરજીવનભાઈ પટેલની વાડીએ કોઈ પણ વખતે વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રંગપર ગામની સીમમાં હરજીવનભાઈ પટેલની વાડીએ રહેતા ઇશ્વરભાઇ કનુભાઈ ખરાડીયા (ઉ.વ.૧૯) રંગપર ગામની સીમમાં કરાર નામ તરીકે ઓળખાતી હરજીવનભાઈ પટેલની વાડીએ હાજર હોય ત્યારે ૧૫-૦૫-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.