મોરબીના રંગપર ગામે આવેલ એક્યુટ સિરામિક ફેક્ટરીમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાન
મોરબી: ગઈ કાલ સાંજના મોરબીના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે આંધિ ઉઠી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો જેના કારણે મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ એક્યુરેટ સિરામિક ફેક્ટરીના પતરાના સેડ ઉડી ગયા હતા જેથી કારખાનામાં ભારે નુકસાન થયું હતું.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ મેં થી ૧૬ મેં સુધી ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરી હતી ત્યારે ગઈ કાલ તા. ૧૩-૦૫-૨૦૨૪ ને સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યા આસપાસ મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે આંધિ ઉઠ્યા બાદ વરસાદ શરૂ થયો હતો જેના કારણે મોરબી જિલ્લામાં જેતપર રોડ ઉપર આવેલ રંગપર ખાતે એક્યુટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાં ભારે પવન અને વરસાદના કારણે ફેકટરીના શેડના પતરા ઉડી ગયેલ જેનાથી કિલન મશીનરી તથા અન્ય મશીનરી, રો મટેરીઅલ, ઇલેક્ટ્રિક આઈટમ તથા સેમી ફિનિશ્ડ મટેરીઅલમાં ભારે માત્રામાં નુકશાન થયેલ છે.