Saturday, January 18, 2025

મોરબીના રંગપર નજીક સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં શિવ બ્રીજની બાજુમાં યોગી કોમ્પ્લેક્ષમા પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ બોડી મસાજ સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હતી, જ્યાં રેડ કરી મોરબી તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો અને અન્ય એક શખ્સનુ નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં શિવ બ્રીજની બાજુમાં યોગી કોમ્પ્લેક્ષમા પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ બોડી મસાજ સ્પામાં સંચાલક દ્વારા અન્ય લોકો મસાજની આડમાં બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પૂરી પાડતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી. સ્થળ પરથી આરોપી ફારૂખભાઈ ઇબ્રાહીમભાઇ હાણિયા (ઉ.વ.૨૬) રહે. રણછોડનગર નીધીપાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી પાસેથી રોકડ રકમ રૂ.૪૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં રૂ. ૮૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૨૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રેડ દરમિયાન આરોપી મહમદહુશેન ભીખુભાઇ સંધી રહે. મોરબી રણછોડનગર નીધીપાર્ક મોરબીવાળો હાજર મળી આવ્યો ના હતો, જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર