મોરબીના રંગપર ગામની સીમમાંથી તાજુ જન્મેલું મૃત બાળક મળી આવ્યું
મોરબીના રંગપર ગામની સીમમાં મારવેલ પેકેજીંગના લેબર ક્વાર્ટરમાં કોઈ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા ઇરાદા પુર્વક ત્યજી દીધેલ તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં મારવેલ પેકેજીંગના લેબર ક્વાર્ટરમાં કોઇ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક ઉ.વ આશરે બે થી ત્રણ દિવસનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળાએ મરણગયેલ તાજુ જન્મેલ બાળકના મૃતદેહને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદા પુર્વક છુપાવેલ હોય જે મૃતક નવજાત બાળક મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.