Monday, February 24, 2025

મોરબીના રામકૃષ્ણનગર મેઈન શેરી નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો, માલ આપનાર ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રામકૃષ્ણનગર નજીક જયદીપ મકવાણા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ રામકૃષ્ણનગરની મેઈન શેરીમાં વોચ હોય તે દરમિયાન ઉપરોક્ત ઈસમ ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮ નંગ બોટલ કિ.રૂ.૪,૮૯૮/- મળી આવી હતી, આ સાથે આરોપી જયદિપભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મકવાણા ઉવ.૨૦ રહે,રામકૃષ્ણનગર મોરબી-૨ વાળાની અટક કરવામાં આવી છે, જ્યારે વિદેધી દારૂનો જથ્થો આપનાર આરોપી સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ રહે. મોરબી-૨ ભાગ્યલક્ષ્મી સોસાયટીવાળાના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર