મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો
નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ રામદેવજી મહારાજનો પાઠ રાસ ગરબા ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે જલજળની અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજનો પાટોત્સવ મહંત ભાવેશ્વરીમાં તેમજ સંત રત્નેશ્ર્વરીદેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવાયો.
જેમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ, રામદેવજી મહારાજનો પાઠ ,ભજન યોજાયા સાથે ઠાકોરજીને સ્નાન પૂજા અને રાસ યોજાયા બોહળી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં, પૂજ્ય હંસરાજ બાપા, જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ઘેલાણી નાથાભાઈ ચુનીભાઇ કાવર, હીરાભાઈ પ્રજાપતિ, દિનેશ ભગત, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને દીપાવવા ત્રિભોવનભાઈ , હરિભાઈ, દેવકરણભાઈ, ભુદરભાઈ, મહાદેવભાઇ, દિલીપભાઈ અરજણભાઈ, રમેશભાઈ, ભરતભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી.