મોરબીના રાજપર ગામે જન્માષ્ટમીએ વનાભાઈ ભરવાડની ટીમ રમઝટ બોલાવશે
વ્હાલનાં વધામણાંની અનોખી ઉજવણી કરશે રાજપર ગામ
મોરબી તાલુકાના રાજપર ગામે ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવશે જેમાં વનાભાઈ ભરવાડ અને જય ગોપાલ રાસ મંડળ ની ટીમ ખાસ ટિટોડા રાસ અને અવનવા રાસ ની રમજટ બોલાવશે.
તેમજ શોભાયાત્રા યોજવામાં આવશે જે નવા રાજપર ગામ અને જુના રાજપર ગામમાં ફરશે જેમાં તમામ ગ્રામજનો જોડાશે તેમજ નવા અને જુના રાજપર ગામે મટકીફોડ કાર્યક્રમ યોજાશે અને રાજપર ગામ નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠશે.