મોરબી: મળતી માહિતી મુજબ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર મહાદેવ ફરસાણ નામની દુકાન ધરાવતા પ્રીતમભાઈ મુકેશભાઈ જોશીની પુત્રી બંસીબેન ઉ.19 નામની યુવતી તા.29ની મોડીરાત્રે ઘેરથી ગુમ થઈ જતા પ્રીતમભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. ઘેરથી લાપતા થયેલ બંસીબેનની ઉંચાઈ આશરે 5 ફૂટ બે ઈંચ જેટલી છે અને ઉજળાવાને પાતળા બાંધાના છે.
