મોરબીના સ્ટેશન રોડ ઉપર યુવક પર થયેલ જીવલેણ હુમલામાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી રેલવે સ્ટેશન રોડ સીંધુભવન પાસે રોડ ઉપર યુવકની સ્વીફ્ટ કાર ઉભી રાખેલ ત્યારે પાંચ ઇસમો સ્કોર્પિયો કાર લઇને નીકળેલ યુવકને જોઈ જતા કાર યુ ટર્ન લઈ ફુલ સ્પીડમા ચલાવી યુવકની કારને ત્રણ વખત પાછળથી મારી નાખવાના ઇરાદે ઠોકરો મારી જીવલેણ હુમલો કરી યુવક સહિત ત્રણ વ્યક્તિને ઈજા કરી કારમાં તોડફોડ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ જોન્સનગર -૧૦ માં રહેતા મુસ્તાકભાઈ કાસમભાઈ સંધવાણી ઉ.વ.૨૭ વાળાએ આરોપી આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુકાસમ ભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત, જુસબ દિલાવર ભાઇ માણેક રહે.બધા વીસીપરામોરબી તથા ફિરોજ સુલેમાન માલાણી રહે.વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની સ્વીફ્ટ કાર રજી નં.GJ-36-AF-8150 વાળી સાઇડમા ઉભી રાખેલ ત્યારે સામેથી આરોપી આમદ પોતાની સ્કોર્પીઓ કાર રજીસ્ટર નં. GJ-36-F-4143 વાળી લઈને નિકળેલ ત્યારે ફરીયાદીને જોઇ જતા આરોપી આમદએ પોતાની સ્કોર્પીઓ કાર યુટર્ન લઈ ફુલસ્પીડમા હંકારી લાવી ફરીયાદીની સ્વીફ્ટ કારને વાર ફરતી ત્રણ વખત પાછળથી તેમજ ડ્રાઇવર સાઇડમા મારી નાખવાના ઇરાદે ઠોકરો મારી જીવલેણ હુમલો કરી ફરીયાદિને માથાના ભાગે તથા સાથી જુસબભાઇ ગફુરભાઇ જામ તથા સુલ્તાન સુલેમાન સુમરાને શરીરે ઓછી વતી ઇજાઓ પહોંચાડી પાંચ આરોપીઓએ પ્રાણ ઘાતક હથીયાર ધારણ કરી હાથમાર હેલ હથીયારો વડે ફરીયાદિની સ્વીફ્ટકારમા તોડફોડ કરી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.