મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે આવેલ બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ પર સેન્ટ મેરી ફાટક પાસે મફતીયાપરામા રહેતા નાનજીભાઈ જીવાભાઈ પરેસા (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે આવેલ બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું પ્લેઝર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-સી.એન-૯૮૩૩ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.