મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં ખોડિયાર સીરામીક કારખાના સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં ખોડિયાર સીરામીક કારખાના સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો વિનોદભાઇ પ્રવિણભાઇ ગોસ્વામી ઉ.વ.૩૪ રહે-રફાળેશ્વર બાપા સિતારામની મઢુલીની બાજુમાં તા.જી.મોરબી, સોહનલાલ રાજારામભાઇ અહિરવાલ ઉ.વ.૩૮ રહે-શાપર વેપાર શાંતીધામ મફતીયુપરૂ માઇક્રો ૪જી તા.જી.રાજકોટ મુળ રહે-લોધીપુરા તા-શરીલા થાના-જલાલપુર જી.હમીરપુર (યુ.પી.), શિવાજીભાઇ તિરૂપતીભાઇ પાત્રા ઉ.વ.૨૭ રહે- ઓરસન કારખાનની મજુરોની ઓરડીમાં શાપર વેરાવળ તા.જી.રાજકોટ, જીતેનભાઇ શત્રુઘન લોધી ઉ.વ.૨૬ રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર તા.જી.મોરબી, બબલુ બ્રિન્દ્રાવન લોધી ઉ.વ.૩૬ રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર તા.જી.મોરબી, દરોગાભાઇ રામદ્દીનભાઇ ગૌત્તમ ઉ.વ.૩૦ રહે-વાવડી,મીરા કારખાનાનુ મજુરોની ઓરડીમાં રાજકોટ શહેર, અખીલેશભાઇ ઉર્ફે કરણભાઇ પ્રતાપભાઇ પાસવાન ઉ.વ.૩૦, રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર તા.જી. મોરબી, પિયુષભાઇ પ્રહલાદભાઇ ગુજારીયા ઉ.વ.૩૭ રહે- વ્રજવાટીકા સોસાયટી,પરપફેકટ હોટલની પાછળ શાપર વેરાવળ તા.જી. રાજકોટવાળાને રોકડ રકમ રૂ.૬૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)