મોરબીના રફાળેશ્વર ગામે યુવક અને તેના સાથીને સાત શખ્સો લાકડી, પાઈપ વડે ફટકાર્યા
મોરબી: મોરબી તાલુકા રફાળેશ્વર ગામે આરોપી ભીમાભાઈ એ સાહેદ બાબુભાઈ સિંધવને ફોન કરી કહેલ કે તારી ઘરવાળી મારી રખાત છે તારામાં તાકાત હોય તો હાલ્યો આવજે જે બાબતે માથાકુટ થતાં યુવક તથા તેના સાથીઓને સાત શખ્સોએ લાકડી, લોખંડના પાઇપ વડે મારમારી ફરી પોતાની સામે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમા રહેતા મહેશભાઇ ઉર્ફે ફુલો ભીખાભાઈ સિંધવ (ઉ.વ.૩૦) એ આરોપી નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર , ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા. વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ રહે ગામ નવાઢુવા તા.વાંકાનેર, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ રહે વાંકાનેર ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે વાંકાનેર ચંદ્રપુર, હરેશભાઇ બટુકભાઇ પરમાર રહે વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી ભીમાભાઇએ સાહેદ બાબુભાઇ ભીખાભાઇ સિંધવને ફોન કરીને કહેલ હોય કે તારી ઘરવાળી મારી રખાત છે તારામા તાકાત હોય તો હાલ્યો આવજે તેમ કહેતા ફરીયાદીના કાકાના દિકરા ભાઇ ભીમાભાઇ તથા તેની ફઇનો દિકરો જીતેશભાઇ વાલાભાઇ ચૌહાણ તથા મારા કાકાના દિકરા સીંધાભાઇ કાન્તીભાઇ સિંધવ તથા તેનો ભાઇ બાબુભાઇ ભીખાભાઇ સિંધવ એમ ચારેય જણા તેની બોલેરો ગાડી નં. GJ-36-T-2034 વાળી સાથે આવેલ શોપીંગ પાસે જ ગાડી લઇ ઉભા છીએ તમે પાણીયાળા હોય તો તમે હાલ્યા આવો તેમ કહેતાં આરોપી નવઘણભાઈ, ભીમાભાઇ, સુરેશભાઈ, ચંદ્રેશનાએ બે અલગ અલગ મોટરસાઇલકમા હથિયારો સાથે આવી સાહેદ બાબુભાઇને નવઘણભાઈએ લાકડાના ધોકાથી ડાબા હાથમા ઘા મારી તથા આરોપી ભીમાભાઇએ કુંડલીવાળી લાકડીથી મોંઢાના ભાગે માર મારી તથા આરોપી સુરેશભાઇએ લાકડાના ધોકાથી પગના ભાગે મારેલ ત્યારબાદ આરોપી જયેશ , સુરજભાઈ, હરેશભાઈ એ બીજા બે અલગ મોટરસાઇકલમા આવી સાહેદ સીંધાભાઇને આરોપી હરેશભાઈએ ધક્કો મારી પાડી દઇ ત્યાં પડેલ છુટા પથ્થરોના ઘા મારી તથા આરોપી ભીમાભાઇએ કુંડલીવાળી લાકડીથી માથામા એક ઘા મારી તથા સાહેદ જીતેશભાઇ વાલાભાઇ ચૌહાણને આરોપી ચંદ્રેશએ લાકડાના ધોકાથી ડાબા હાથના કાંડાના ભાગે મારી તથા સાહેદ ભીમાભાઇ કાન્તીભાઇ સિંધવને આરોપી સુરજભાઈનાએ લોખંડના પાઇપથી મોંઢાના ભાગે તથા માથામા પાછળના ભાગે એક ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા મોંઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી જમીન પર પાડી દઇ ત્યાં પડેલ સાહેદની બોલેરો ગાડી નં. GJ-36- T-2034 વાળીમા પથ્થરોના ઘા મારી કાચ તોડી નુકશાન કરી ફરી પોતાની સામે ક્યારેય આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી અલગ અલગ મોટરસાઇકલોમા નાશી ગયા હતા જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪, ૩૨૫,૩૨૬ ,૩૩૭,૪૨૭ ,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.