મોરબીના રફાળેશ્વર ગામ નજીક ભુંડ પકડવા બાબતે ત્રણ યુવકને ચાર શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક વરૂડી ચેમ્બર્સમાં આવેલ સીતારામ કાંટા પાસે પોતાના વિસ્તારમાં ત્રણ યુવકોએ ભુંડ પકડેલ હોય જેથી આ ત્રણ યુવક સાથે ચાર શખ્સોએ બોલાચાલી કરી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ત્રણે યુવકને માર મારી જાનથી મારી નાંખવાની કામગીરી ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસીંગ પ્રતાપસીંગ ડાંગી (ઉ.વ.૨૮) એ આરોપી જગદીશસિંગ ઉર્ફે જગ્ગુસીંગ રામસીંગ ડાંગી રહે મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલની પાસે શીવ સોસાયટી, શન્નીસીંગ મોહનસીંગ બાવરી રહે મોરબી લીલાપર રોડ, પ્રિતમસિંગ ગુરમુખસિંગ ટાંક રહે મોરબી-૨ સર્કીટ હાઉસની સામે, તીલકસિંગ ચંદાસીંગ ટાંક રહે. ટીંબડી પાટીયા પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૫-૨૦૨૪ ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાથી સતપાલસિંગ તથા બલરામસિંગ એમ ત્રણેય જણાએ ભુંડ પકડેલ હોય જેથી આરોપી તીલકસીંગને ફોન કરી ભુંડનો કાંટો કરી મોટી ગાડીમા ભરવાના હોય જેથી પોતાની ગાડીમા ભુંડ ભરી કાંટો કરાવવા માટે જતા ત્યાં આ ચારેય આરોપીઓ હાજર હોય જેથી પોતાના વિસ્તારમા ભુંડ પકડવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાથીને ગાળો આપતા ફીરયાદીએ ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી જગદીશસિંગએ ફરીયાદીને લોખંડના પાઇપ વતી તથા આરોપી શન્નીસીંગ, પ્રિતમસિંગ, તીલકસિંગએ લાકડાના ધોકાથી ફરીયાદીને તથા સાથીને માર મારી શરીરે ઇજા કરી ફરીવખત પોતાના વિસ્તારમા ભુંડ પકડવા આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર દેવાસીંગએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ – ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
