મોરબીના રફાળેશ્વર ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રફાળેશ્વર ચોકડીથી રફાળેશ્વર ગામ તરફ જતા રોડ ઉપર સંધ્યા સેરા ડેકોર કારખાના પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા ધીરજલાલ છગનભાઇ મેરજા (ઉ.વ.૫૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-12-AT -8181 વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૨-૨૦૨૪ ના રોજ સાંજના આશરે સવા ચારેક વાગ્યા વખતે ટ્રક રજીસ્ટર નંબર- GJ-12-AT-8181 ના ચાલક આરોપીએ પોતાના હવાલાનો વાળો ટ્રક ફુલ સ્પીડમાં, માણસોની જીંદગી જોખમાય તે રીતે ગફલત ભરી અને બેફકરાઇ થી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી ફરીયાદીના ભાઇ રાજેશભાઇ છગનભાઇ મેરજા ઉ.વ.૫૦ રહે હાલ. મોરબી-૦૧, કેનાલ રોડ, રામકો બંગલોની પાછળ અમુલ્યમ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૫૦૧, મુળ રહે.બગથળા ગામ, તા.જી.મોરબી વાળાને તેના એક્ટિવા મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-36-AA-0810 વાળાને પાછળના ભાગેથી હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી ટ્રકના વ્હીલનો જોટો ફરીયાદીના ભાઇના માથા ઉપર થી ફરી જતા માથુ ચગદાઇ જતા માથામાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજાવી પોતાનો ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભાઈ ધીરજલાલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪-અ, તથા એમ.વી.એક્ટ કલમ -૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.