મળતી માહિતી મુજબ મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર નજીક એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રકમાં આગ લાગી હતી.
આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં તુરંત જ ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. અંદાજે દોઢ કલાકની ભારે મહેનત બાદ ફાયરની ટીમે આ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનશીબે કોઈ જાનહાનિ થઈ નથી તો બીજી તરફ આગને કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

