મોરબીનાં રફાળેશ્વર જીઆઈડીસીમાં સિરામિક પાર્ટ માં આગની ઘટના
મોરબી: અલીટમો સીરામીક જીઆઈડીસી એરીયા રફાળેશ્વરમા સિરામિક પાર્ટમાં વર્કર દ્વારા ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હતી. મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ રફાળેશ્વરજીઆઈડીસી એરીયામાં આવેલ અલીટમો સીરામીક પાર્ટમાં વર્કર દ્વારા ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસસના જવાનોને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતા અટકાવેલ હતુ તેમજ જાનહાનિ ટળી હતી જાણવા મળી રહ્યું છે આગ વર્કર દ્વારા ફટાકડા ફોડવાના કારણે લાગી હતી.