મોરબીના રફાળેશ્વર ગામે યુવક સહિત ત્રણ વ્યકિત પર કાર વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો
મોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકની પત્નીને આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપીએ યુવકની પત્નીને ઉદેશીને ફેસબુક પર સ્ટોરી મુકેલ હોય જે યુવકે આરોપીને કહેલ સ્ટોરી કેમ મુકેલ છે? નું કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીઓએ યુવક તથા તેના બે સાથી પર સ્કોર્પિયો કાર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકે આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મુકેશભાઈ મંગાભાઈ ઝાલા, મનોજ ઉર્ફે બાબો રહે ત્રણે રફાળેશ્વર તથા નિખીલભાઈ ગૌતમભાઇ ચાવડા રહે. પ્રેમજીનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્નીને આરોપી નીખીલ સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપી મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલાએ તેના ફેસબુક એકાઉન્ટ આઇડી Soheb bhai vaghela ” પરથી ફરીયાદીને ઉદેશીને અંગ્રેજીમાં ફરીયાદીની પત્ની બાબતે બીભત્સ ફેસબુક સ્ટોરી મુકી જાહેર સોશીયલ મીડીયા પર શેર કરેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને સ્ટોરી કેમ મુકેલ છે? નું કહેતા આ બાબતે આરોપીને સારૂં નહી લાગતા આરોઓએ સ્કોર્પિયો કારમાં આવી ફરીયાદી તથા સાહેદ યતીશ તથા ભાવેશને જાનથી મારી નાખવાના ઇરાદે ત્રણેય ઉપર સ્કોર્પિયો કાર વડે ત્રણ વખત જીવલેણ હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.