મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ રાણવા ઉવ.૩૨નું ગઈકાલ તા.૨૨/૦૩ના રોજ કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, તેનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ ખાણમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો, ત્યારે મૃતકના કુટુંબી શામજીભાઈ પોપટભાઇ રાણવા દ્વારા પોલીસને આપેલ પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, ક્યાં કારણોસર મૃત્યુ થયું હોય તે જાણવા જીતેન્દ્રભાઈના મૃતદેહને પીએમ સહિતની કામગીરી અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.
