મોરબીના પીપળી ગામ નજીક છરીની અણીએ શ્રમીકને લુંટી લેનારા ઈસમને પોલીસે દબોચી લીધો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામ સામે રીક્ષામાં બેસાડી આગળ અવાવરૂ જગ્યાએ રીક્ષા ઉભી રાખી છરી બતાવી બે શ્રમિક પાસેથી લુંટ ચલાવનાર રીક્ષા ચાલકને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો.
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા ઓરીસ્સાના વતની બે શ્રમીકો વતન જવા માટે મોરબી આવતા હોય ત્યારે પીપળી નજીક અવાવરૂ જગ્યાએ રીક્ષા ચાલકે બંને મિત્રોને છરી બતાવી રૂ.૨૦ હજાર લુંટી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય.
જે ગુન્હા આરોપીને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હોય તે દરમ્યાન સીસીટીવી ચેક કરતા ગુન્હામાં સંડોવાયેલ ઈસમ રીક્ષા ચાલક હાલે ભરતભાઇ દીપકભાઈ વાઘેલા રહે. કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી વાળા પાસે હોવાની બાતમી મળેલ ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફ પ્રેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુકત બાતમી મળેલ કે લુંટના ગુન્હામાં સંડોવાયેલ રિક્ષા GJ-24-W-8691 મોરબી- જેતપર રોડ પીપળી બસ સ્ટેન્ડ પાસે પસાર થનાર છે જે બાતમીના આધારે પીપળી બસ સ્ટેન્ડ પાસેથી લુંટના ગુન્હાને અંજામ આપનાર રિક્ષા ચાલક/આરોપી ભરતભાઇ દીપકભાઇ દેવીપુજક રહે.કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી મુળગામ કંજરડા તા.પાલીતાણા જી.ભાવનગરવાળાને કુલ કિં રૂ. ૧,૩૫,૧૫૦ ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.