મોરબીના પીપળી ગામ નજીક રીક્ષા ચાલકે છરીની અણીએ પરપ્રાંતિય મજુરને લુંટી લીધા
મોરબી: મોરબી શહેર ઢેલનગરીમાંથી ક્રાઈમનગરી બની રહ્યું છે અનેક વખત લુંટની ઘટનાઓ બને છે ત્યારે વતન જવા નીકળેલ બે પરપ્રાંતીય શ્રમીકને એક અજાણ્યા રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડી મોરબીના પીપળી ગામ સામે આવેલ હાઈવે જોડતા આરસીસી રોડ પર રીક્ષા ઉભી રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શ્રમિક પાસેથી રોકડ રૂ. ૨૦, ૦૦૦ ની લુંટ ચલાવી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ ઓરીસ્સાના વતની અને હાલ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સ્પેન્ટાગોન સીરામીકની લેબર કોલોનીમાં રહેતા રામચંદ્રકુમાર જુધીષ્ઠીરભાઈ ભુયાન (ઉ.વ.૨૧) એ આરોપી એક અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ પોતાના વતન જવા માટે આરોપીની રીક્ષામાં બેસી મોરબી હાઉસિંગ ( બોર્ડ ) જવા નીકળેલ તે દરમ્યાન રસ્તામાં પીપાળી ગામ સામે આર.સી.સી રોડ આ કામ આ આરોપી રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઉભી રાખી પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદી તથા સાહેદને છરી બતાવી બળજબરી થી ફરીયાદી પાસે રહેલ રૂ ૮૦૦૦/- તથા સાહેદ પાસે રહેલ રૂ.૧૨,૦૦૦ એમ મળી કૂલ રૂ. ૨૦,૦૦૦/- ( વીસ હજાર ) રોકડા પડાવી લઇ, ગાળો આપી ફરીયાદી તથા સાહેદને જાન મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તેમજ સાહેદને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.