મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 309 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીની બાજુમાં આરોપીના ભાડાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીની બાજુમાં પીરાભાઈ જોધાભાઈ બોહરીયાના કબ્જા ભોગવટા વાળા ભાડાના રહેણાંક મકાનના બાથરૂમમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦૯ કિં રૂ. ૩૩૭૮૦ નાં મુદામાલ સાથે આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા (ઉ.વ.૩૬) ને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.