મોરબીના પીપળી ગામ નજીક કારખાનામાં માટીમાં દટાઈ જતા યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર રોડ પર આવેલ ધ્યેય સિરામિકમા માટી વિભાગમાં કામ કરતી વખતે માટીના સાયલામાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર રોડ પર આવેલ ધ્યેય સિરામિકમા રહેતા રણજીત ભેરૂભાઇ ગીનાવા ઉ.વ.૩૬ વાળો માટી વિભાગમાં કામ કરતો હતો ત્યારે માટીનાં સાયલામાં પડી જતાં માટીમાં દટાઇ જતાં ભેરૂભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.