મોરબીના પીપળી ગામની સીમમાં કુવામાં કુદી પ્રેમીપંખીડાએ જીંદગી ટુંકાવી
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં યુવક અને યુવતીએ કુવામાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મૂળ પાટણ પંથકના વતની અને હાલ પીપળી રોડ પરની કેરામિટા સિરામિક નામની ફેકટરીમાં સાથે કામ કરતા મિતલ પ્રસાદજી ઠાકોર અને અંકિત ભલાજી ઠાકોરે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ કુવામાં કુદી આપઘાત કરી લેતાં બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી હતી અને તપાસ ચલાવી છે મૃતક બંને પ્રેમીપંખીડા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.