Tuesday, November 5, 2024

મોરબીના પીપળી રોડ પર ફેક્ટરીમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં મુરાનો સિરામિક લેબર ક્વાર્ટરમાં પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં મજુરી કરતા સુનિલ રાધેશ્યામ માલવીય (ઉ.વ.૨૫) એ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય રહે. મૂળ મધ્યપ્રદેશ હાલ રહે. મુરાનો સિરામિક ફેકટરીમાં બેલા ગામની સીમ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ધાપુબાઇના પતિ થતા હોય અને આરોપીની પત્નિ ધાબુબાઇ છેલ્લા છ-સાત મહીનાથી તેના વતનમાં રહેતી હોય અને તેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હોય જે ફોનમાં કોઇ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી, આરોપીને ધાપુબાઇ ઉપર શંકા ગયેલ હોય અને ફરીયાદી સાથે ધાપુબાઇ, આરોપીને ઓરડીએ આવતા, આરોપીએ ધાપુબાઇને કહેલ કે તારા ફોનમાં કોઇ છોકરાનો ફોન આવે છે. તારે તેની સાથે શું સબંધ છે. તેમ કહી ધાપુબાઇ ઉપર ચારિત્રય અંગેની શંકા કરી, ઝગડો કરી, આરોપીએ છરીથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે છરીના ઘા મારી ગળાના ભાગે કાપા જેવી ગંભીર ઇજા કરી ધપુબાઈનુ મોત નિપજાવી ખુન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર