Sunday, January 19, 2025

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે દુકાનના થળા સાથે ઈકો કાર અથડાતાં યુવક ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા રોડ પર લક્ષ્મીચેમ્બરમાં બેન્ક ઓફ બરોડાની નીચે રવી જનરલ સ્ટોર નામની દુકાનમા ઈકો કાર ભટકાતાં યુવકને ઈજા પહોંચી હતી તેમજ દુકાનમાં નુકસાન કરી આરોપી ઈકો કાર મુકી નાશી ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી ઘુનડા રોડ શક્તિ -૨ સોસાયટી તુલસી પાર્ક એપાર્ટમેન્ટ -A ફ્લેટ નં -૮૦૧ માં રહેતા પ્રવીણભાઈ કાનજીભાઇ દેત્રોજા (ઉ.વ.૪૮) એ આરોપી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એજે-૦૫૧૫ વાળીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૪-૨૦૨૪ ના રોજ બપોરના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીની પોતાની દુકાનમાં થળા પર બેઠા હતા ત્યારે આ કામના આરોપી ઇક્કો કાર નંબર-GJ-36-AJ-0515 ના ચાલકે પોતાના હવાલાવાળી ઇક્કો કાર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીના દુકાનના થળા સાથે ઇક્કો કાર ભટકાળી ફરીયાદીના નાકના ભાગે તથા પગમાં ઇજા પહચાડી દુકાનમાં રહેલ સમગ્રીમાં નુકશાન કરી પોતાના હવાલાવાળી ઇક્કો કાર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રાણજીવનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૪૨૭ તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર