Tuesday, April 1, 2025

મોરબીના પીપળી ગામ નજીક વિદેશી દારૂના ચાલુ કટીંગ સમયે પોલીસ ત્રાટકી: 3456 બોટલો ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી – જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે ઇંગ્લીશ દારૂની બોટલો ૩૪૫૬ કિ.રૂ. ૩,૪૫,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મહેંદ્રનગર આઇ.ટી.આઇ.ની સામે જી.ઈ.બી પાછળ રહેતા ઉદયભાઇ જોરૂભાઇ કરપડા એ એક ટાટા ટ્રેઇલર નંબર- RJ-36- GB-3434 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલે મોરબી જેતપર રોડ પીપળી ગામ નજીક આવેલ મનીષ કાંટા પાસે શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલ માર્ક સીરામીક રો-મટીરીયલ્સ નામની ઓફીસની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ઇસમ પોતાના માણસો સાથે મળી આ ટ્રક ટ્રેલરમાંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ વાહનોમાં ભરી અને ઇંગ્લીશ દારૂનું કટીગ કરનાર છે. તેવી બાતમી મળતા એલ.સી.બી.સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ તાત્કાલીક જઇ રેઇડ કરતા જગ્યાએથી ટ્રક ટ્રેઇલર તથા એક ઇનોવા ફોર વ્હીલ કાર મળી આવતા તેમાંથી દારૂની બોટલ નંગ 3456 કિં રૂ. 3,45,600 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. 39, 05, 404 નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-36-GB-3434 નો ચાલક તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે.મોરબી હળવદ રોડ આઇ.ટી.આઇ.ની સામે જી.ઈ.બી.ની પાછળ મહેંદ્રનગર તા.જી.મોરબી અને ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર