મોરબીના પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમા આંબાવાડી ૭૫૩/૨ ,વીર વિક્રમ નગર, સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં રહેતા પ્રવીણભાઈ મગનભાઇ ગોહિલ (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે ગત તા.૧૧-૦૯-૨૦૨૩ થી ૧૨-૦૯-૨૦૨૩ વચ્ચે કોઈ પણ સમયે ફરીયાદીનો OPPO RENO 7PRO કિં રૂ.૭૦૦૦ વાળો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર પ્રવીણભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.