મોરબીના પાનેલી ગામે ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત
મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે માનસિક બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) રહે. પાનેલી ગામ તા. જી. મોરબીવાળા કોઈ પણ સમયે પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં જીતેન્દ્રભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.