મોરબીના પંચાસર ગામે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગીતાબા લગધીરસિંહ ઝાલા ઉ.વ.૬૫ રહે. પંચાસર ગામ તા.જી. મોરબી વાળા કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે કોઇ ઝેરી દવા પી લેતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.